મોબાઈલ ફોનમાં WhatsApp Web લોગિન કેવી રીતે કરવું? જાણો સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી.

WhatsApp Web સામાન્ય રીતે કોમ્પ્યુટર અથવા લેપટોપ પર ઉપયોગમાં લેવાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમે તેને તમારા મોબાઈલ ફોનમાં પણ ઉપયોગ કરી શકો છો? હા, WhatsApp Web હવે ફક્ત PC માટે જ નથી, પરંતુ તમે તેને તમારા બીજા મોબાઈલ ફોનમાં પણ એક્સેસ કરી શકો છો. આ ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમારો મુખ્ય ફોન ખરાબ થઈ ગયો હોય, તે ચાર્જિંગ પર હોય, અથવા તમારે એક જ WhatsApp એકાઉન્ટ બે ફોનમાં ચલાવવું હોય. ચાલો જાણીએ આ સરળ પ્રક્રિયા વિગતવાર.


WhatsApp Web શું છે અને તે કેવી રીતે કામ કરે છે?


WhatsApp Web એ WhatsApp નું બ્રાઉઝર-આધારિત વર્ઝન છે જે તમારા ફોનના WhatsApp એકાઉન્ટને અન્ય ડિવાઈસ સાથે કનેક્ટ કરે છે. તે રીઅલ-ટાઇમમાં તમારા બધા મેસેજ, ફાઈલો અને કોન્ટેક્ટ્સને સિંક કરે છે. ખાસ વાત એ છે કે હવે WhatsApp ના મલ્ટિ-ડિવાઈસ ફીચરને કારણે તમારો મુખ્ય ફોન સતત ઈન્ટરનેટ સાથે કનેક્ટેડ રહેવો જરૂરી નથી - એક વાર લોગિન થઈ ગયા પછી લિંક કરેલ ડિવાઈસ થોડા સમય માટે સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. WhatsApp Web માં તમે મેસેજ મોકલી-લઈ શકો છો, ફોટો-વિડિયો શેર કરી શકો છો, અને ડોક્યુમેન્ટ્સ મોકલી શકો છો. જોકે, વિડિયો કોલિંગ અને વોઈસ કોલિંગ જેવી કેટલીક સુવિધાઓ WhatsApp Web પર ઉપલબ્ધ નથી.

મોબાઈલ ફોનમાં WhatsApp Web યુઝ કરવાની શરતો. આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે:

  1. તમારી પાસે બે મોબાઈલ ફોન હોવા જોઈએ.
  2. એક મુખ્ય ફોન જેમાં WhatsApp ઇન્સ્ટોલ અને એક્ટિવ છે.
  3. અને બીજો ફોન જેમાં તમે WhatsApp Web યુઝ કરવા માંગો છો.
  4. બંને ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
  5. તમારા મુખ્ય ફોનનું WhatsApp એપ્લિકેશન અપડેટેડ હોવું જોઈએ.

Android ફોનમાં WhatsApp Web કેવી રીતે યુઝ કરવો? (સ્ટેપ-બાય-સ્ટેપ)

Android ફોનમાં WhatsApp Web યુઝ કરવા નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  • સ્ટેપ 1: પહેલા બીજા ફોનમાં Google Chrome બ્રાઉઝર ખોલો અને એડ્રેસ બારમાં web.whatsapp.com ટાઈપ કરો.
  • સ્ટેપ 2: બ્રાઉઝરના ઉપરના જમણા ખૂણે આવેલા ત્રણ ડોટ્સ (મેનુ આઇકોન) પર ક્લિક કરો અને "Desktop site" નો ઓપ્શન સિલેક્ટ કરો. આ તમારા ફોનના બ્રાઉઝરને કોમ્પ્યુટર જેવો દેખાવ આપશે અને QR કોડ દેખાશે.
  • સ્ટેપ 3: હવે તમારા મુખ્ય ફોનમાં WhatsApp ખોલો. Android માં ત્રણ ડોટ્સ મેનુ પર ટેપ કરો અને "Linked Devices" અથવા "ઉપકરણો લિંક કરેલાં" પર જાઓ.
  • સ્ટેપ 4: "Link a Device" અથવા "ઉપકરણ લિંક કરો" બટન પર ટેપ કરો. તમારો ફોનનો કેમેરા ખુલી જશે.
  • સ્ટેપ 5: હવા આ કેમેરાથી બીજા ફોનના સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરો. એટલું જ! તમારું WhatsApp Web બીજા ફોનમાં લોગ થઈ જશે અને તમે મેસેજિંગ શરૂ કરી શકશો.

iPhone (iOS) માં WhatsApp Web કેવી રીતે યુઝ કરવો?

iPhone વપરાશકર્તાઓ માટે પ્રક્રિયા લગભગ સમાન છે, ફક્ત થોડો તફાવત છે:
  1. સ્ટેપ 1: બીજા iPhone માં Safari બ્રાઉઝર ખોલો અને web.whatsapp.com પર જાઓ.
  2. સ્ટેપ 2: એડ્રેસ બારની ડાબી બાજુએ આવેલા "aA" આઇકોન પર ટેપ કરો અને "Request Desktop Website" અથવા "ડેસ્કટૉપ વેબસાઈટ માટે પૂછો" સિલેક્ટ કરો.
  3. સ્ટેપ 3: QR કોડ દેખાયા પછી, તમારા મુખ્ય iPhone માં WhatsApp ખોલો → સેટિંગ્સ (નીચે જમણા ખૂણે) → Linked Devices પર જાઓ.
  4. સ્ટેપ 4: "Link a Device" ટેપ કરો અને બીજા ફોનના QR કોડને સ્કેન કરો. આટલું કરતાં જ તમારું એકાઉન્ટ લિંક થઈ જશે.

QR કોડ વગર WhatsApp Web માં લોગિન કેવી રીતે કરવો?

જો તમારા ફોનનો કેમેરા કામ ન કરતો હોય અથવા QR કોડ સ્કેન કરવામાં તકલીફ પડતી હોય, તો WhatsApp એ એક નવો વિકલ્પ આપ્યો છે - ફોન નંબરથી લોગિન.

  •  WhatsApp Web ના પેજ પર QR કોડની નીચે "Link with phone number" નો ઓપ્શન દેખાશે (તમારા WhatsApp વર્ઝન મુજબ).
  • તેના પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • તમારા મુખ્ય ફોનના WhatsApp પર 8 અંકનો કોડ આવશે, જે વેબસાઈટ પર એન્ટર કરવાથી લોગિન થઈ જશે.

આ સુવિધા તમામ વર્ઝનમાં ઉપલબ્ધ નથી, તેથી WhatsApp અને બ્રાઉઝર બંને અપડેટેડ રાખવા જરૂરી છે.

WhatsApp Web યુઝ કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો.

  • એક સમયે માત્ર 4 ડિવાઈસ લિંક કરી શકાય છે: WhatsApp તમને એક એકાઉન્ટ સાથે વધુમાં વધુ 4 ડિવાઈસ (PC, બીજા ફોન, ટેબલેટ) લિંક કરવાની પરવાનગી આપે છે.
  • લોગઆઉટ કરવાનું ભૂલશો નહીં: જો તમે કોઈ બીજાના ફોનમાં કે શેર્ડ ડિવાઈસમાં WhatsApp Web યુઝ કરો છો, તો ઉપયોગ પૂરો થયા પછી તરત જ લોગઆઉટ કરી દો. મુખ્ય ફોનમાં જઈને Linked Devices > તમારું સેશન > Logout કરીને તમે રિમોટથી પણ લોગઆઉટ કરી શકો છો.
  • સુરક્ષા નોટિફિકેશન આવશે: જ્યારે પણ કોઈ નવું ડિવાઈસ તમારા WhatsApp સાથે લિંક થાય છે, ત્યારે તમારા મુખ્ય ફોન પર નોટિફિકેશન આવે છે. આ એક સુરક્ષા ફીચર છે જે તમને અનધિકૃત એક્સેસથી બચાવે છે.

WhatsApp Web લોગિન ન થતું હોય તો શું કરવું?

જો તમારું WhatsApp Web લોગિન ન થતું હોય, તો નીચેની ટિપ્સ અજમાવી જુઓ:
  • QR કોડ સમાપ્ત (એક્સપાયર) થઈ ગયો હોય શકે છે. પેજ રિફ્રેશ કરો અને નવો કોડ જનરેટ કરો.
  • તમારા મુખ્ય ફોનનું WhatsApp એપ્લિકેશન અપડેટેડ છે કે નહીં તે ચેક કરો. જૂના વર્ઝનમાં QR કોડ સ્કેનિંગમાં સમસ્યા આવી શકે છે.
  • બ્રાઉઝરનો કૅશ અને કૂકીઝ ક્લિયર કરો, પછી ફરી પ્રયત્ન કરો.
  • બંને ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન સ્થિર છે કે નહીં તે ચકાસો. VPN ચાલુ હોય તો તેને બંધ કરીને જુઓ.
આ સરળ પગલાંઓને અનુસરીને તમે સરળતાથી મોબાઈલ ફોનમાં WhatsApp Web યુઝ કરી શકો છો. આ ટ્રિક ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે જેઓ બિઝનેસ માટે બે નંબર યુઝ કરે છે અથવા જેમનો પ્રાઈમરી ફોન કામ નથી કરતો. શું તમે પહેલાં ક્યારેય આ ટ્રિક અજમાવી છે? નીચે કોમેન્ટમાં જણાવો!

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું